તોફાની ધમાલે ચઢેલ નસોએ ફરમાવ્યું: કાવ્યો…તો દોટે ભરાયા કંઈ આમ આ કાવ્યો…

કાવ્ય 1 કાવ્ય 2ને: તુએ આવ્યું બાર એની અંદરથી?
કાવ્ય 2:કઈ રીતે એ હુંજ જાણું કે જાણે પ્રભુ!
એ સેવટનો શબદતો બોલજ નહીં, એનામાં “ભૂતની માતા” સચારવા મોંડે સે!
કાવ્ય 3: છોની રે અને મોચલાતુ લાગે સે
એ કસો વોનો નોય બોન કરી નાય પેટ હેઠું બેશશે…
કાવ્ય 4: એ…ઈ…ને..એ…ઈ..ને એ….ઈ…આ ઓક્યું….

કાવ્ય 5: હું ઓકાયું?
કાવ્ય 4 કાવ્ય 5 એક સાથે : એ આ હમધુ, ને પેલું તો ઠીક હતું નાંનું ઓકયું પણ બોન બીજુ ઓક્યું એ તે આયને આમ લાંબુ રેલાયું એયને આહ
1
બેફામ બગડ
પછી હું તને કરી દઈશ/લઈશ…લાશ કી ક્યા પતા નહીં, ક્યા
યા કોનસા વાલા પતા નહીં
લેકિન અબ તું બેફામ બગડ

1
ભોમિયા વિના ભમ્વુંતું?
:તુંતો કરે છે
પેલું નથ કરવું
:તુંતો નથી કરતી
ના પણ
:તો તુ કાયમે અટકે હૈ?
ખબર નથ
:ઔર મેરી કવિતા?
યા મેરા કાવ્ય
:હા જેકાંઈ પણ હોય એ?
પતી જશે
; સમ્પલ્લ?
નઈતો કચ્ચર ઘાણ કર ડાલુગી
: ખ઼રજ?
હો ય
note for readers regarding 2nd last word within above poem: [ખરજ? મા ખ઼ ને અનુસ્વાર લાઈક મરાઠી ક્રિબિંગ અથવા ચાગલી ભાષા વાળી ચાઈલ્ડ સ્પીચ ]

2
ખોવાઈ ગઈ?
ખતમ થઇ ગઈ?
માહિત નાઇ
મન્ગ સડુંન મર નાયતર જીવ
કોઈ ફર્ક નહીં પડતા
ચાલ ઝુક પેલા આવી રહયા લાગે છે

3
મરવું છે જીવવા
મરવું છે જીવવા,
તો પણ મ્રાતુંતો નથી
ઓહ આઈ સી,
હું આવી ગઈ ફરી
અજવાળા અંધારા એન્ડ ઓલ ઓફ ધેટ
અબતો અઠે જ દ્વારકા
તો પણ જ કેમ દૂર કર્યો દૂર રાખ્યો?
હોપ ફ્લોટ્સ યુ નો?
ઓ આઈ સી
યસ ઇટ્સ લાઈક ધેટ ઓન્લી ડચ ડચ (ઝીભ અને તાળવાથી જે અવાજ થાય એ સાઉન્ડ ઈફેક્ટ )

4
જરા એકલું મૂક્યું
તો નાઠયું મારું બેટ્ટુ
જીવન

5
જરા એકલું મૂક્યું
તો મારું બેટ્ટુ
નાઠયું જીવન

6
ડાબોડીયો ઢૂંઢે
ખભે ધાભળો હાથમાં ફાનૂસ લઇ
લતડફતડ લતડફતડ આમતેમ આમતેમ
જાને કિસ ઔર ન જાને ક્યા?
લેકિન કિન્તુ પરંતુ કરી ફિર ઢૂંઢે ચહુ ઔર
ન જાને ક્યા? યા જાને ક્યા?

ટુચકું કાવ્ય હાયકુ : અધધધ આટલું બધું ઓકાણું
કાવ્ય 12 તાડૂકયું: એ કોણ?
ટુચકું કાવ્ય:; શાબ માફી કૃપા શાબ
કાવ્ય 12 તાડૂકયું: નવું નોખું છું તું, બારે ગામથી ટપક્યું છું, હામ ખાય ને બેહ ખાચરે, લવર લવર કર્યું તો ડોકું ધડથી જાશે, ખબરદાર
ટુચકુ કાવ્ય હાયકુ::મોફી શાયેબ માફી
કાવ્ય 12: વારુ માફી…બેસ હરખું ખૂણો ધરી.

7
જીવનને જીવાડવામાં
હું મને ભુલાઈ ગઈ.

8
જીવન ગોખી ફેંદી ગોઠવવામાં
હું મરાથી ભૂંસાણી

ટુચકુ કાવ્ય: કઈ હમઝાણું ના આ શું હમદું ઓકાણુ?

9
મને મારી બાજુમાં જીવવું છે

ટુચકુ કાવ્ય: કઈ કઈ હમઝાણું આ ઓકમાનું. પણ ઓકાય બોન આમ માન?

10
એક બાએ કિલ્લો જોઈતોતો
ખુલ્લા માથા કાજે
ચિતરાઈ ગયો
નથ જોઈતો
ચીતરેલો બા
ખુલ્લા ચિતરાઈ ગયેલા મગજ કાજે.

11
હૂતો ક્યાંય ફિટ્જ નથ બેસતી
તો ચલ ઝન્ડ થૈયા થૈયા થૈયા થઇ કરીયે

12
मीं झन्णाट वेडि
એટલેજ તું જીવેજ જીવે છે.

ટુચકું કાવ્ય: અરે તતારીની, આતે અજબનો દુઓં ઓકાંણો લ્યો બોલો..
વડવુ કાવ્ય: સુ બોલો?
ટુચકું કાવ્ય: કે એઈયને જીવેજ જીવે હૈ

13
હું જન્માવું જીવન
હું જન્માવું મરણ
હું જીવું મરણ
હું આરોગું મરણ
હું ઓકુ મરણ
હું મરણ

ટુચકું કાવ્ય: કે એઈયને ચ્યબોર નથ શું બરડયું આએ?

Comments

Leave a comment