એક હતો વાઘ और एक था शेर :बघीरा जैसा? ना…  शेर ही वैसा  

Black and white photo focusing on a woman and a child from afar.

શરીર વગર મગજ જીવે, મગજ વગર શરિર જીવે,  ને જયારે સ્પર્શો વાળું મગજ અને ભોગ્યા વગર સ્પર્શોએ ભોગાતું મગજ,  જીવન વગર આગળ વધ્યા કરી વધે, આપોઆપ,  ત્યારે આ લખાય આપોઆપ…

…..આસપાસનાં અણગમાઓ અંદર એકઠા થઇ,  બધીજ નજરો હેઠળ પસાર થતે થતે,  જીવી,  કોહવાહી,  બાર આવે,  અંદરનાને મારી,  મેળે આપોઆપ…   

1

જીવી છું?

ના એતો હુર્રર્ર હુટ્ટ

2

મરેલું જીવન લઇ 

ચાલ છેક છેવટ વટાવ 

3

એક હતો વાઘ 

ઓર એક થા शेर, 

: बघीरा जैसा?

होय 

लेकिन फिर काय झाल पता नाय 

: गायब हुआ…वो..बघीरा?

शायद बहुधा होय.  

4

કવચ બન 

વધ.

5

મારા માંથી 

હું ખોવાઈ 

6

एक पंगा 

एक दंगल 

तो हो ही जाएगा 

नायतर लात मार आणि फाड़ 

7

આય એમ સિતાંશુઝ ડોટર 

એન્ડ વોટ?

8

શરીર ઘર 

મન ઘર 

હું રખડું  

ભટકતા મગજ ભેગી 

9

મ્રુગજળો વડે જીવ 

મરણ ઓળંગ મત 

ફિર ચાહે કવિતા ફૂટે કી તુ 

10

જીવને લાત મારી 

અંદર ઘાલી દીધું 

11

અધમૂઈ ખુશી

અધમૂઈ હું

ચલ ઝન્ડ કરીયે

12

બધું ડૂબી ગયું

તર બાંધ જીવ

13

મરણની આંગળી પકડી

ઘૂસ જીવનમાં

14

આકૃ ખા 

આકૃ જીવ 

સુવાંળું ભસ 

મર 

15

જીવન પડી ગયું 

રસ્તા માં ક્યાંક 

ચાલતે ચાલતે.

16

મલ્કાઈ મલ્કાઈ મર 

17

જીવન ખોવાઈ ગયું 

હશે ક્યાંક સ્મશાન ની આસપાસ 

18

હું શન્કર 

હું અનહૂદ ધીંગાણે ચઢેલી  ગંગા તોફાને ચઢેલ 

ખોજ ખબર નહીં ક્યારે માથું ફોડી ફુટીશ ફાડી મને.

19

ઍ ઍ…ઇયને જીવન 

જીવન? જીવન જીવન ને જીવન હોય જીવન? હતું જીવન 

જીવન?. તારું?? ખરું??? 

ए चूप्प ओय 

ચ્ય્મ? रो दोगे??

ए छोड मेंटल लगती है 

બિચારી…  

20

એયને જીવન, 

જીવન, જીવન? 

હોય જીવન જીવન … केड़ा જીવન? कैसा जीवन कसला जीवन? 

ओ कस्ल  जीवन? खड्ड्यात गेलेल। नासपिट्या जीवन।

ऑ  तर मग बाय? बर सांभाळून  तर बाई. 

21

જૂનું જીવન પડી ગયું 

નવું જીવન થયું નહીં, 

ચલ પેધા પડીયે?

ના ચલ જીવ ઠોકી મરીયે.

22

જીવનમાંથી જીવન સ્થબ્ધ સૂતું  

માત્ર સ્પર્શો અથડાય

23

જીવન ધોળીધપ ભીંત બની 

મોઢું વકાસી ઉભી  

24

મરણો જીવાડી મર 

25

પર્સાળમાં જીવન મૂક્યું છે 

પીર્સી આપો  

26

જૂનું જીવન પડી ગયું 

નવું જીવન થયું નહીં, 

ચલ પેધા પડીયે?

ના ચલ જીવ ઠોકી મારીયે.

27

જીવન ધોળીધપ ભીંત બની 

મોઢું વકાસી ઉભી  

28

નસો નાચે 

લોકો જુએ એના એજ શીખવાડેલ સમજાવેલ 

નાચો નસો વડે 

લોકો ફાડે એ નાચતી નસોના મસ્તિષ્કો 

તો મસ્તિષ્કો પેરાવે જડબાઓ લોકોના મોહોને 

ને ફોડે રાખ કરી 

ભસ્મ તોરો 

29

હું આ કરીશ 

: અં હુએ છું 

હું પેલું કરીશ 

:ઉં હું મારી વગર? ઈઈઈમ્પોસીબલ 

ફલાણું?

: ઊંહું ના 

ઢીકણું 

:ના

પૂછડું?

: નાજ  

હુએ છું?

: ના 

નાં?

:એ નાં ના 

નાં? ચોક્કસથી?

:કીધુંને ચોક્કસ થી જ.

ઓકે બાય 

30

કૂવો મોઢું વકાસી 

પડ્યો 

31

માણસ ખાઉ ગલી 

બ્લોક નમ્બર 10

હાસ્ય સમાપ્ત ગલી નાકું નમ્બર 1

યુ એસ